આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગુમરાહ કરતી ડાર્ક પેટર્નની ઓળખ કરવા અને ગ્રાહકોનાં સશક્તિકરણનાં હેતુથી અનેક પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો. જોષીએ ગ્રાહકોનાં રક્ષણ માટે જાગો ગ્રાહક એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ રજૂ કર્યું હતું. જાગો ગ્રાહક એપ ગ્રાહકની તમામ ઓનલાઇન પ્રવૃત્તિ દરમિયાન તમામ URL અંગે જરૂરી ઇ-કોમર્સ માહિતી પૂરી પાડશે, કોઇ URL અસલામત હશે તો એલર્ટ કરશે. જોષીએ ગ્રાહકોનાં અધિકારોનું રક્ષણ કરવા અને તેમનું સશક્તિકરણ કરવાની સરકારની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પ્રસંગે ગ્રાહક બાબતોનાં કેન્દ્રીય રાજ્યમંત્રી બીએલ વર્માએ આ મુજબ જણાવ્યું.(બાઇટ- બી.એલ.વર્મા)
Site Admin | ડિસેમ્બર 24, 2024 8:00 પી એમ(PM) | રાષ્ટ્રીય ગ્રાહક દિવસ