કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડે અને અનિલ સુબ્રમણ્યમ સાથે ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમણે કુલપતિ ડૉક્ટર જે.એમ.વ્યાસ સાથે ફોરેન્સિક વિજ્ઞાનમાં પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિતના વિષયો પર NFSUની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ તથા સંયુક્ત સચિવોએ NFSU દ્વારા ડિઝાઇન કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાન, સાયબર કિઓસ્ક, NDPS ડ્રગ ટેસ્ટિંગ કીટ સહિતના સ્વદેશી ઉપકરણોનું અવલોકન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે ફોરેન્સિક શિક્ષણ અને સંશોધનમાં અસાધારણ યોગદાન અને નોંધપાત્ર પ્રગતિ માટે NFSUની પ્રશંસા કરી હતી.
NFSUના કુલપતિ, ડૉક્ટર જે.એમ. વ્યાસે જણાવ્યું કે NFSU ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ક્ષમતા-નિર્માણમાં વિશ્વના 92 દેશોને મદદ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ફોજદારી ન્યાય પ્રણાલીને સહાય પૂરી પાડવા માટે ફોરેન્સિક સ્વદેશી ઉત્પાદનો માટે સંશોષણ અને નવીનીકરણ ક્ષેત્રે પણ ઉત્તમ કામગીરી કરી રહી છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:26 પી એમ(PM)