કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંજલથી અસરગ્રસ્ત તામિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ફંડમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે. જયારે વિભાગ દ્વારા અન્ય રાજયોમાં નુકશાનીના અહેવાલો મેળવી તે રાજ્યોમાં પણ રાહત ફંડ ફાળવવામાં આવશે. વાવાઝોડાથી થયેલા નુક્શાનનો સર્વે કરવા કેન્દ્રીય ટીમને તામિલનાડુ અને પુડુચેરી રવાના કરાઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ફૈઝલ વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તામિલનાડુ રાજ્ય સાથે મક્ક્મતાથી ઉભું છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 9:03 એ એમ (AM) | વાવાઝોડા