ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 9:36 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહ મંત્રી

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાનનાં 50મા સત્રનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નું ઉદઘાટન કરશે. ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા દાંડી કૂટિર ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહિત કરવાનો છે.
શ્રી શાહ ગાંધીનગરના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન કરશે. બે દિવસની આ પરિષદમાં નવા ગુના કાયદાઓમાં ફોરેન્સિક્સ અને ટેકનોલોજીનો ઉપયોગ, ગુના ન્યાય પ્રક્રિયામાં એઆઇનાં ઉપયોગ, આપત્તિ જોખમ ઘટાડામાં પોલિસની ભૂમિકા અને પોલિસ તંત્રમાં બ્લોકચેઇન ટેકનોલોજીનાં ભાવિ પર ચર્ચા કરવામાં આવશે.
સંમેલનમાં કેન્દ્ર અને રાજ્યનાં પોલિસ દળો, ફોરેન્સિક નિષ્ણાતો અને શિક્ષણવિદો ભાગ લેશે. બપોરે શ્રી શાહ સાંબરકાંઠાના હિમ્મતનગરમાં સાબર ડેરીના 800 મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા નવા અત્યાધુનિક પશુ આહાર એકમનું ઉદ્ઘાટન કરશે. તેમજ સાંજે તેઓ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ