કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ‘ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ’નું વિમોચન કરશે.
આ પુસ્તકનું સંપાદન ડૉ. ઐશ્વર્યા પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે NDMC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પુસ્તક છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના શાસનનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે.
આ ઉપરાંત દેશમાં ગ્રામીણ અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ, ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને ડિજિટલ ક્રાંતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચારણા કરવામાં આવી છે.
આ પુસ્તકમાં વરિષ્ઠ પત્રકારો, રાજકીય વ્યક્તિઓ, નીતિ ઘડવૈયાઓ અને બૌદ્ધિકોના મંતવ્યો શામેલ છે. પુસ્તકના લેખક વિષે વાત કરીએ ડૉ. ઐશ્વર્યા પંડિત જિંદાલ ગ્લોબલ લો સ્કૂલમાં એસોસિયેટ પ્રોફેસર છે. તેમણે IIM ઇન્દોરમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ શિક્ષણ આપ્યું છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:59 પી એમ(PM) | ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ‘ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ’નું વિમોચન કરશે
