કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં છ જેટલાં કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે.
298 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ₹72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં 33 કરોડ 50 લાખ રૂપિયાનાં ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. અને પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. આ ઉપરાંત, શ્રી શાહ મહેસાણામાં ગણપત યુનિવર્સિટીનાં 18મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે તેઓ અમદાવાદનાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP)નું ઉદઘાટન કરશે.