ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે.
ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
16મી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાનાં વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે શાળામાં ભણતા હતાં, તે પ્રેરણા સ્કૂલનું ઉદઘાટન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ