ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:54 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહ મંત્રી

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે. ભારતપોલ પોર્ટલ ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસ જારી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે જણાવ્યું કે, આ પોર્ટલથી પ્રત્યેક નાગરિક માટે સુરક્ષિત ભારત બનાવવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ભારતીય તપાસ સંસ્થાઓ વધુ સારી રીતે કામ કરી શકશે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત કરવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે.
શ્રી શાહ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના ચંદ્રકથી નવાજવામાં આવ્યા હોય એવા 35 CBI અધિકારીઓને પોલીસ ચંદ્રક પણ એનાયત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ