કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે.શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવની પુર્ણાહુતીના મહામસ્તકભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.અમિત શાહ બપોરે અમદાવાદથી ધરમપુર પહોંચ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કાર્યક્રમમાં રાજયના નાણા અને ઉર્જામંત્રી કનુ દેસાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.શ્રી શાહ અમદાવાદથી સુરત એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:30 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ મંત્રી