કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવા આરોપોને ફગાવી દીધા છે કે વન નેશન, વન ઇલેક્શન વિધેયક સંઘવાદના સિદ્ધાંતોને નબળા પાડે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી એ નવી વાત નથી. શ્રી શાહે કહ્યું કે, આ દેશમાં ત્રણ ચૂંટણીઓ વન નેશન વન ઈલેક્શન પદ્ધતિ હેઠળ યોજાઈ હતી. તેમણે કહ્યું કે, 1952માં તમામ ચૂંટણીઓ એક સાથે થઈ હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:29 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ