કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહીત કરવાનો છે.પ્રદર્શનમાં દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ખરીદી અને નિહાળવા માટે પ્રદર્શિત કરવામાં આવી છે. બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરાયું છે.આજે સાંજે શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે.
Site Admin | નવેમ્બર 19, 2024 3:34 પી એમ(PM) | અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું
