કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.
ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતીની ઉજવણી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (એનડીડીબી)ની હિરક જયંતી સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, શ્વેતક્રાંતિ 2.0 હેઠળ દેશમાં વધુ એક લાખ નવી ડેરીની રચના કરવામાં આવશે.
શ્રી શાહે કહ્યું, દેશનું ડેરી ક્ષેત્ર વાર્ષિક 6 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે, જે વિશ્વની સરેરાશ કરતા વધુ છે. તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં દેશનાં તમામ આઠ કરોડ પશુપાલકોને સહકારી વ્યવસ્થા સાથે જોડવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:19 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું
