ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 7:23 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અમદાવાદ શહેરને મળી 1003 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ

રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી છે.
શ્રી શાહે જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે 5000 કરોડ રૂપિયાનાં વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ માટે સતત કામગીરી કરી રહી છે. આજે શરૂ કરવામાં આવેલા જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, ઓક્સિજન પાર્ક સહિતનાં વિકાસકાર્યો શહેરીજનોની સુખાકારી વધારશે. વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ