ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 6:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુરુપ જેલનાં કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવનાં પ્રશ્નનો ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો છે.નવા મેન્યુઅલ પ્રમાણે જેલનાં સત્તાવાળાઓએ હવે કેદીઓ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ, વર્ગીકરણ અને વિભાગીકરણ પરસંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો રહેશે. મંત્રાલયે ‘ભાગેડુ વૃત્તિ’ની વર્તમાન વ્યાખ્યામાં પણ સુધારો કર્યો છે.ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાજ્યોને જેલમાંથતાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા જેલ માર્ગદર્શિકા અને નિયમોમાં સુધારો કરવા આદેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ