ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2024 7:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે. શ્રી શાહ આવતીકાલે સવારે 9.45 કલાકે શહેરનાં થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ હરિયાળી લોકસભા હેઠળ વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ, મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રહલાદનગરમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ અને બોડકદેવ ખાતે CAA નાગરિકતા પ્રમાણપત્ર વિતરણનાં જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ અને સાંજે 6.30 કલાકે શ્રી શાહ સુભાષ બ્રીઝ નજીક નારણપુરામાં કાર્યકર્તા સંમેલન યોજશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ