કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર સે સમૃધ્ધિ થીમ હેઠળ તેમનાં મંત્રાલયની પહેલ શરૂ કરી હતી. તેમણે નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં સહકાર મંત્રાલયની પહેલ અંગે માહિતી આપી હતી. શ્રી શાહે પંચાયતોમાં બે લાખ નવી બહુ-હેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓની રચના અને તેનાં મજબૂતીકરણ તથા શ્વેત ક્રાંતિનાં બીજા તબક્કા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી.
આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલયની રચના કરવાની જૂની માંગને એનડીએ સરકારે પૂર્ણ કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર સહકારી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ આપી રહી છે. આ અંગે વધુમાં આ મુજબ જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:25 પી એમ(PM) | અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર સે સમૃધ્ધિ થીમ હેઠળ તેમનાં મંત્રાલયની પહેલ શરૂ કરી
