કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર- I4C નાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરશે. આ પ્રસંગે શ્રી શાહ સાઇબર ક્રાઇમ અંગેની મહત્વની પહેલો શરૂ કરાવશે અને સાઇબર ફ્રોડ મિટિગેશન સેન્ટર- CFMC રાષ્ટ્રને સમર્પિત કરશે.
શ્રી શાહ સાઇબર ક્રાઇમ ડેટાનાં રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ અને એનાલિટિક્સ માટેનું વેબ આધારિત મોડ્યુલ સમન્વય પણ લોંચ કરશે. આ પ્રસંગે તેઓ સાઇબર કમાન્ડો પ્રોગ્રામનું ઉદઘાટન પણ કરશે.આ ઉપરાંત તેઓ ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટને મજબૂત કરવા માટેની નવી પહેલ સસ્પેક્ટ રજીસ્ટ્રીનું પણ ઉદઘાટન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:54 એ એમ (AM) | અમિત શાહ