ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 7:52 એ એમ (AM) | અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકાના 1003 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ આજે સવારે શહેરનાં થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે.ત્યારબાદ વેજલપુર મકરબા ખાતેથી મિશન થ્રી મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ, મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને વ્યાયામશાળાનું લોકાર્પણ કરશે.
ત્યારબાદ પ્રહલાદનગરમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને બોડકદેવ ખાતે CAA નાગરિકતા પ્રમાણપત્ર વિતરણનાં જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ અને સાંજે શ્રી શાહ સુભાષ બ્રીજ નજીક નારણપુરામાં કાર્યકર્તા સંમેલન યોજશે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદ ખાતે ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે.તેમને નાગરિકતા પ્રદાન કરાશે.
પાકિસ્તાનના 22 વ્યક્તિઓ કે જેમણે દમનને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામમાં આશ્રય મેળવ્યો હતો, તેમને પણ આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ