ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 2:35 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યોના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ મંત્રીઓ, વહીવટકર્તાઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
ગૃહમંત્રી જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબિલી વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે અને પુણે જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના બીજા તબક્કાના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્રોનું વિતરણ પણ કરશે. આ પ્રસંગે, રાજ્યના 10 લાખ લાભાર્થીઓને આ યોજનાનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ