કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના રાજ્યના પ્રવાસે છે તેમણે આજે સવારે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતાં અહી પ્રદર્શિત સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઉમેટી રહેલા શ્રધ્ધાળુઓના અસ્ખલિત પ્રવાહ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે. વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે.” આ હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત અગાઉ રથયાત્રા યોજાઇ હતી ..જેમાં ગુજરાત રાજપૂત વિદ્યા સભાની ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા રથયાત્રામાં તલવાર રાસ કરવામાં આવ્યો હતો
કળશયાત્રા હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં મેળા સુધી પહોંચી હતી ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મેળાનું ઉદઘાટન કર્યું હતું.. આ હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત અગાઉ રથયાત્રા યોજાઇ હતી ..જેમાં ગુજરાત રાજપૂત વિદ્યા સભાની ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા રથયાત્રામાં તલવાર રાસ કરવામાં આવ્યો હતો
કળશયાત્રા હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં મેળા સુધી પહોંચી હતી ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મેળાનું ઉદઘાટન કર્યું હતું.. આજે બપોર બાદ RTO સર્કલ થી એક હજાર 400 યુવાનો દ્વારા બાઇક રેલી યોજશે..હવે આજે સાંજે ગંગા અવતરણ નું પ્રદર્શન થશે તે ઉપરાંત આરતી કરવામાં આવશે અને ગંગાજળનો છંટકાવ કરાશે
Site Admin | જાન્યુઆરી 23, 2025 3:26 પી એમ(PM) | અમદાવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના રાજ્યના પ્રવાસે છે
