કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ઈરમાના ડાયરેક્ટર ઉમાકાંત દાસે તેમનીપ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈરમા માટે ગૌરવની બાબત છે કે અમારી સંસ્થા ને યુનિવર્સિટી નો દરજ્જો મળશે તેમણે વધુમાં ઉમેર્યુંહતું કે સંસ્થા ખાતે ચાલતા અભ્યાસક્રમો માટે ટીચિંગ પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવશેઅને કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનુ જે વિઝન છે તેમુજબ અમારી સંસ્થા આ સમાચાર સાંભળીને આનંદવિભોર છે અને યુનિવર્સિટીનો દરજ્જો મળેતે માટે ઉત્સુક છે. પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકારકરવામાં અમારી સંસ્થા યુનિવર્સિટી બનતા વિશેષ યોગદાન આપશે તેમ તેમણે ઉમેર્યુંહતું.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:28 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો
