કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી. શ્રી રાયે દાદરા નગર હવેલી ખાતે ગલોન્ડા ગ્રામ પંચાયત અંતર્ગત 4 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણધીન 11 નંદઘર પૈકી 35 લાખના ખર્ચે બનેલા અથળ નંદઘરનું લોકાર્પણ કર્યું, તેમ જ પ્રદેશમાં ચાલતા અન્ય વિકાસકાર્યોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.
ત્યારબાદ દમણ ખાતે તેમણે રિંગણવાડા પંચાયત ઘરને વિધિવત્ ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 11, 2024 5:42 પી એમ(PM) | નિત્યાનંદ રાય
કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી
