કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. અગાઉ હુરિયત સાથે જોડાયેલા J&K તહરીકી ઇસ્તેકલ અને J&K તહરીક-એ-ઇસ્તેકામતના અલગતાવાદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. બંને જૂથોના આ નિર્ણયનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્મિત નવા ભારતમાં વિશ્વાસ મૂકવાના નિર્ણયને આવકાર્યો છે. X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં, અલગતાવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને સમગ્ર કાશ્મીરમાં એકતાનો સૂર ગુંજી રહ્યો છે.
Site Admin | માર્ચ 27, 2025 8:05 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે.
