કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટમાંથી દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરાશે.
રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે.
Site Admin | નવેમ્બર 1, 2024 8:04 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ