કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલ પેટ્રાપોલના લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને ‘મૈત્રી દ્વાર’ નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે. ‘મૈત્રી દ્વાર’ કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે 9 મેના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટર્મિનલનો ઉદ્દેશ્ય ભારત અને બાંગ્લાદેશ બંનેના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રોસિંગની સુવિધા આપવાનો છે.
પેટ્રાપોલ કાર્યક્રમ પછી, ન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે હુગલી જિલ્લાના આરામબાગમાં સહકારી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રાત્રે નવી દિલ્હી પરત ફરતા પહેલા કોલકાતાના સોલ્ટ લેકમાં ઈસ્ટર્ન ઝોનલ કલ્ચરલ સેન્ટર (EZCC) ખાતે પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લેશે.