ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીયગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજના દિવસના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં અમદાવાદ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત “હીરામણિ આરોગ્યધામ”નું લોકાર્પણ કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનાં હસ્તે આજે સવારે થશે.
આરોગ્યધામના લોકાર્પણનાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદનિધિમાંથી 150 દિવ્યાંગ બાળકોને હિયરીગ એઇડ ડીવાઈસ કીટનું પણ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે ગાંધીનગરના સેક્ટર-30મા બગીચાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત પેથાપુર, માણસામાં તળાવોનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. નવરાત્રી નિમિત્તે તેઓ માણસા અને અમદાવાદ ખાતે ગરબા અને આરતીમાં પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ