કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું કે, સંપૂર્ણ તપાસના પરિણામે, સમગ્ર દેશમાં 12 વિવિધ કેસમાં માદક પદાર્થની હેરાફેરી કરનારા 29 આરોપીઓને અદાલતે દોષિત ઠેરવ્યા છે.
સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે યુવાનોને વ્યસનમાં ધકેલી દેનારા અને માદક પદાર્થની હેરાફેરી કરનારાઓને સજા કરવામાં કોઈ કસર રાખી નથી. તેમણે માદક પદાર્થમુક્ત ભારત બનાવવા ઝીણવટભરી તપાસ સાથે આવા દૂષણ સામેની લડત ચાલુ રાખવાનું વચન પણ આપ્યું હતું.
Site Admin | માર્ચ 2, 2025 2:09 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થમુક્ત ભારત બનાવવા આહ્વાન કર્યું
