કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા- CAA અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા.
આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં ધર્મના આધારે વિભાજન કરાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, તૃષ્ટિકરણને કારણે અગાઉ નાગરિકતા આપી શકાઇ નહતી. શ્રી શાહે જણાવ્યું કે, કેટલીક રાજ્ય સરકારો નાગરિકતા કાયદાને લઇને ભ્રામક માન્યતાઓ ફેલાવી રહી છે. જો કે, સીએએ ન્યાય અને અધિકારનો કાયદો છે.
ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ઑક્સિજન પાર્ક, મકરબા વિસ્તારના સ્વિમિંગ પૂલ અને વ્યાયામશાળા સહિત અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિકાસકાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.