કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં સતના જિલ્લાના ચિત્રકૂટમાં ભારતરત્ન નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાન દ્વારા દીનદયાળ પરિસર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ પણ હાજર રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાનના જનરલ મેનેજર અમિતાભ વશિષ્ઠે જણાવ્યું, શ્રદ્ધાંજલિ સમારોહમાં સંત મોરારિ બાપુ અને સ્વામી અચલાનંદાચાર્ય મહારાજ સહિત અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
Site Admin | ફેબ્રુવારી 27, 2025 2:03 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારતરત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
