કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે.શાહ આજે બપોરે ભોપાલના રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં યોજાનારા 2 દિવસના વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. દરમિયાન શાહ મધ્યપ્રદેશના દૂધ સંગ્રહ માટે મોટી ભેટ આપશે. સંમેલન દરમિયાન મધ્યપ્રદેશ સરકારના રાષ્ટ્રીય ડૅરી વિકાસ બૉર્ડની સાથે સમજૂતી કરાર- MOU કરાશે અને તેના માધ્યમથી સાંચી દૂધનું રાષ્ટ્રીય સ્તર પર બ્રાન્ડિંગ કરાશે.કુશાભાઉ ઠાકરે આંતર-રાષ્ટ્રીય કન્વૅન્શન સૅન્ટરમાં મધ્યપ્રદેશ રાજ્ય સહકારી ડેરી મહામંડળ અને સં-લગ્ન દૂધ મંડળીઓ તેમ જ રાષ્ટ્રીય ડૅરી વિકાસ બૉર્ડ વચ્ચે સહયોગ કરાર પર હસ્તાક્ષર કરાશે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 2:09 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે
