ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્તરના લગભગ 10 હજાર 500 યુવાનોએ તેમના હથિયારો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આસામ રાઈફલ્સ દ્વારા આયોજિત એકતા ઉત્સવ – વન વોઈસ, વન નેશનને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉત્તર પૂર્વની ઓળખને અષ્ટલક્ષ્મી તરીકે સ્થાપિત કરીને એક નવો આયામ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્થિક અને સાંસ્કૃતિક વિકાસથી લઈને રમતગમત, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગસાહસિકતા સુધી દરેક ક્ષેત્રમાં પૂર્વોત્તરના યુવાનો માટે અમર્યાદિત તકોના દરવાજા ખોલવાનું કામ કરાયું છે. શ્રી શાહે ઉમેર્યું કે કેન્દ્ર સરકારે પૂર્વોત્તર માટે બજેટમાં ત્રણથી ચાર ગણી ફાળવણી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ