કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજાઇ. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક સંબંધિત વિવિધ નવી જોગવાઈના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરાઇ. બેઠક બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ માહિતી આપી.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:22 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
