કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન પણ કરશે. સમારોહ બપોર બાદ હલ્દવાની ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થશે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ મેડલ ટેલીમાં આગળ છે, તેણે છેલ્લી છ આવૃત્તિઓ માંથી પાંચમી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.સર્વિસિસ સ્પોર્ટ્સ કુલ 68 સુવર્ણ , 26 રજત અને 27 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર 54 સુવર્ણ,71 કાંસ્ય અને 73 કાંસ્ય ચંદ્રક સાથે બીજા સ્થાને અને હરિયાણા 48 સુવર્ણ , 47 રજત અને 58 કાંસ્ય ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે.
ઉલ્લેખનીય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીએ દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. 38મા રાષ્ટ્રીય રમતોમાં જુદી જુદી 35 સ્પર્ધાઓ યોજાઈ હતી. ઉત્તરાખંડમાં દહેરાદૂન ઉપરાંત હલ્દવાની, હરિદ્વાર અને રુદ્રપુર જેવા શહેરોમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:16 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે
