કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે, શાહે ગુપ્ત માહિતી માટે ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદી ભંડોળ પર દેખરેખ, નાર્કો-આતંકના કેસ પર પકડ મજબૂત બનાવવી અને જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવી એ નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે.ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરતા, CRPFના શિયાળુ કાર્ય યોજનાની સમીક્ષા કરી ,તેમણે CRPFને ભારતીય સેના અને J&K પોલીસ સાથે તાલમેલ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો.ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત ગુપ્ત માહિતી ઉપકરણની પણ સમીક્ષા કરી.આ બેઠકો ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના અનુસંધાનમાં હતી.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું
