દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતીકાલે ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે. તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારંભમાં યોગ્ય પાત્રતા ધરાવતા લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
પાકિસ્તાનના 22 વ્યક્તિઓ કે જેમણે દમનને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામમાં આશ્રય મેળવ્યો હતો, તેમને આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:43 પી એમ(PM)