કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન તેઓ ડોંગરગઢમાં જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિ સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને બમ્લેશ્વરી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. શ્રી શાહ સૌથી પહેલા રાયપુર પહોંચશે. ત્યારબાદ બપોરે રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ માટે રવાના થશે. ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ શ્રી શાહ બપોરે રાયપુર હવાઈમથકથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય વિદ્યાસાગર મહારાજ એક અત્યંત પ્રભાવશાળી દિગમ્બર જૈન સાધુ હતા. તેમને શિક્ષણ અને ધાર્મિક પુનઃરોત્થાનમાં યોગદાન બદલ ઓળખવામાં આવતા હતા. શ્રી વિદ્યાસાગરે ત્રણ દિવસના ઉપવાસ બાદ 77 વર્ષની વયે 18 ફેબ્રુઆરી 2024ના દિવસે ડોંગરગઢમાં સમાધિ લીધી હતી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે
