કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે સવારે 11:25 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી, બડે હનુમાનજી મંદિર અને અભયવટ ના દર્શન કરશે. આ પછી, તેઓ જુના અખાડામાં મહારાજ અને અન્ય સંતોને મળશે અને તેમની સાથે ભોજન કરશે.
ત્યાંથી તેઓ ગુરુ શરણાનંદના આશ્રમમાં જશે અને ગુરુ શરણાનંદ તથા ગોવિંદ ગિરિ મહારાજને મળશે. મુલાકાતના અંતે તેઓ શ્રૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યોને મળશે. મીડિયા સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ગૃહમંત્રી સાંજે 6:40 વાગ્યે પ્રયાગરાજથી દિલ્હી જવા રવાના થશે.