કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે ગાંધીનગર નવા સચિવાલય પાસે હેલ્મેટ અને સીટ બેલ્ટની ખાસ ડ્રાઈવ શરૂ કરાઇ છે. જેમાં હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ કરાયો છે. 45 દિવસ સુધી ચાલનારી આ ઝુંબેશમાં નિયમનું પાલન ન કરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:21 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી
