કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડનગર હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. આજે વડનગરમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શાહે કહ્યું, “આજે, અમે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપી રહ્યા છીએ.”તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન શહેરને ઇતિહાસ અને પરંપરાઓની ભૂમિ ગણાવી હતી.શાહે ૨૯૮ કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મિત પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું.આ સંગ્રહાલય વડનગરના ૨,૫૦૦ વર્ષથી વધુના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.(Byte – Amit Shah, Hon’ble Home Minister ) આ અગાઉ ગૃહમંત્રી એમ્યુઝિકલ મ્યુઝિયમની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રધાનમંત્રી મોદીની જીવનયાત્રાને દર્શાવતી એક ફિલ્મનું અનાવરણ કર્યું. તેમણે 72 કરોડ રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ કરાયેલ પ્રોજેક્ટ ‘પ્રેરણા સંકુલ’નું પણ ઉદ્ઘાટન કર્યું. આ શાળામાં પ્રધાનમંત્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ૩૩.૫ કરોડરૂપિયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં ઉદ્ધાટન દરમિયાન શાહે જણાવ્યું, “હવે, વડનગરના રમતવીરો પણ ૨૦૨૬ માં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.”
Site Admin | જાન્યુઆરી 16, 2025 7:38 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ