કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. અનંત અનાદી વડનગરના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી અને ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12 હજાર 500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતું.‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.અમિત શાહે 33 કરોડ 50 લાખ રૂપિયાનાં ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.શાહ બપોર પછી ગવર્નમેન્ટ કોલેજ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.ત્યારબાદ હાટકેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરશે. શાહ આજે મુંબઈ, ચેન્નઈ, કૉલકાતા,બેંગ્લૉર, હૈદરાબાદ, કોચ્ચી અને અમદાવાદ હવાઈમથક પર ફાસ્ટ ટ્રૅક ઇમિગ્રૅશન- ટ્રસ્ટેડ ટ્રાવૅલર કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 2:35 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ