ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 2:49 પી એમ(PM) | ambod | Amit Shah | Gandhinagar | mansa

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંબોડમાં રૂ.241 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમનાં તેમના મતવિસ્તાર ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં અંબોડ ખાતે અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. અમિત શાહે માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક કરોડ 33 લાખ રૂપિયાનાં સંરક્ષણ દિવાલના કામનું ઇ-લોકાર્પણ કર્યું હતું અને માણસા સર્કિટહાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી, જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અમિત શાહ હવે પછી માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, તેઓ કલોલના નારદીપુરમાં રામજી મંદિરમાં સાધનોનું વિતરણ કરશે. કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરશે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે 298 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ