કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે.
હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતાઅને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:56 એ એમ (AM) | aakshvaninews
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે
