કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે .. માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિતરણ કરશે..કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરસે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે.. જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે ૨૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, ૭૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:42 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ