કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડીયા પોલીસ મથકનું ખાતમુર્હૂત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ઘાટલોડીયા પોલીસ મથક બિલ્ડીંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોકનું નિર્માણ કરવામાં આવશે.આ પોલીસ લાઈનમાં પોલીસ પરિવાર માટે 930 કાર માટેનું બેઝમેન્ટ પાર્કિંગ, બે લિફ્ટ,ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ, સોલાર રૂફટોપ, ઈલેક્ટ્રિક બેકઅપ સહિત ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.આ પોલીસ લાઈનમાં 18 બ્લોકમાંથી એક બ્લોક બે માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત
કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:24 પી એમ(PM)