ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાટલોડિયામાં પોલીસ આવાસો અને સ્ટેશનનું ખાતમુહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે ગઇકાલે અમદાવાદ પહોંચ્યા હતા.આજે ઉત્તરાયણ પર્વની તેઓ તેમના મતવિસ્તાર મેમનગર ખાતે પતંગ ઉડાડીને મજા માણશે. સાથે સાથે આજે તેઓ ઘાટલોડિયા ખાતે પોલીસ આવાસ નિગમ નિર્મિત 902 જેટલા આવાસોનું અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના મતવિસ્તાર એવા માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે.જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે ૨૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, ૭૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
તેમજ વડનગર ખાતે હેરીટેજ પ્રિન્સિંક્ડ ડેવલોપમેન્ટ સ્કીમ-ફસાડ, અર્બન રોડ ડેવલોપમેન્ટ તેમજ બ્યુટીફિકેશનના કાર્યોનું અવલોકન અને મુલાકાત પણ કરવાના છે.તેઓ હાટકેશ્વર મંદિરની મુલાકાત લઈને પૂજા અર્ચના કરશે.તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને ગાર્ડીયન સાથે પરિસંવાદ કરશે.આ સાથે ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે ૧૮મા પદવીદાન સમારંભમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ