કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનારા નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈના દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી.
અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર્ણાહુતિના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિશેષ પૂજન અને અભિષેકના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રાજચંદ્ર આશ્રમ દ્વારા નિર્માણ થનારા નવા મકાનનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી વિસ્તારના ઉસ્થાન માટે કરવામાં આવતી કામગીરી, જાગૃતિ અને આશ્રમ દ્વારા વિસ્તારના લોકો માટે ઉભી કરવામાં આવેલી રોજગારીની તકો અંગે વિગતવાર માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ સંસ્થાના અગ્રણીઓ અને સેવકો દ્વારા રજૂ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:48 પી એમ(PM) | ગૃહમંત્રી