કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપવા આવ્યા છે. હાલ આ કાર્યક્રમમાં શ્રી શાહ ઉપરાંત રાજયના ઉર્જામંત્રી કનુ દેસાઇ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. આ દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકભિષેક સમારોહમાં હાજરી આપશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:14 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી