કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. શ્રી શાહે ચાંદીગઢ સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરાવતા ન્યાયસેતુ પાણી પુરવઠા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું.આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની સરાહના કરતા 2029 ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યોહતો. વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં અમિતશાહે કહ્યું કે ઇન્ડિયા બ્લૉકનો હેતુ અસ્થિરતા ઊભી કરવાનો છે, વધુમાં તેમણે જણાવ્યુંકે વિપક્ષમાં કેવી રીતે કામ કરવું તે તેમણે શીખવું જોઈએ. આ પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યુ કેજેઓ અરાજકતા ફેલાવવા માગે છે તેઓ કહે છે કે આ સરકાર કાર્યકાળ પૂરો નહીં કરે, પણ હુખાતરી આપું છું કે આ સરકાર ન માત્ર કાર્યકાળ પૂરો કરશે, પણ એ પછીની ટર્મમાં પણ આ જસરકાર ચૂંટાઈને આવશે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:13 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ
