કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે.આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ