ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 7:31 પી એમ(PM) | અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી.’

માદકપદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5 લાખ 45 હજારથી વધુમાદકપદાર્થો જપ્ત થયા છે.’ તેમણે ઉમેર્યુ કે, ’ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદા અમલમાં મૂક્યા છે.’(બાઈટ- અમિત શાહ-કેન્દ્રીય ગૃહમંત્રી- માદકપદાર્થ) આ પહેલા સૌ પ્રથમ શાહે આજે સવારે ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા યોજાયેલા જિલ્લા સ્તરના ફિલાટેલી એટલે કે, ટપાલટિકિટના સંગ્રહના પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” વિષયવસ્તુ આધારિત વિશેષ ટપાલ “સ્પેશિયલ” કવરનું અનાવરણ પણ કર્યું હતું. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ